Swaadindia.com

  • Home
  • Swaadindia.com

Swaadindia.com SWAAD INDIA

me: આપણાં રસોડામાંથી બનીને આવતી એક એકથી ચડિયાતી વાનગીઓનો તો કોઈ અંત જ નથી. એ ખજાનામાંથી થોડી ઘણી પણ સ્વાદઇન્ડિયા પર મૂકવાના પ્રયત્નો ચાલુ છે, જો કે એમાં ઘણીવાર સાતત્ય જળવાયું નથી તે છતાં આવો, સ્વાદઇન્ડિયા પર અત્યાર સુધી આવેલી વાનગીઓનું એક નાનકડું લિસ્ટ જોઈએ

Treasure.... 😋
08/11/2020

Treasure.... 😋

એક સહેલી અને ઝડપથી બનતી મીઠાઈ... ચોકો કોકો રોલ્સ http://www.swaadindia.com/2011/12/coco-choco-rolls/મિત્રો, ક્યારેક એકદમ...
05/06/2013

એક સહેલી અને ઝડપથી બનતી મીઠાઈ...
ચોકો કોકો રોલ્સ http://www.swaadindia.com/2011/12/coco-choco-rolls/


મિત્રો, ક્યારેક એકદમ ઉતાવળમાં કૈંક મીઠાઈ બનાવવી હોય ત્યારે આ રોલ્સ બનાવવા સરળ રહે છે….

સામગ્રી :-

૧૦૦ ગ્રામ મલાઈ
૧૦૦ ગ્રામ સૂકું કોપરુ
૨ ટેબલ સ્પૂન કોકો પાવડર.......
.... રોલ એકદમ કડક થઈ જાય એટલે બહાર કાઢીને તેના એકસરખા પીસ કરો અને ડબ્બામાં ભરી લો. આ રોલ્સને ફ્રીજમાં જ રાખો અને પીરસતી વખતે જ બહાર કાઢો…

મસ્ત મજાનું ટીપીકલ ગુજરાતી ફરસાણ ... ખાંડવી ઘણી જગ્યાએ એ પાટવડી નામથી પણ એટલી જ જાણીતી છે.  સ્વાદઇન્ડિયા પર http://www.s...
18/05/2013

મસ્ત મજાનું ટીપીકલ ગુજરાતી ફરસાણ ... ખાંડવી ઘણી જગ્યાએ એ પાટવડી નામથી પણ એટલી જ જાણીતી છે.
સ્વાદઇન્ડિયા પર
http://www.swaadindia.com/2010/08/khandavi-patavadi/ તો ઘણા સમયથી છે જ હવે અહીં પણ....

સામગ્રી :-

૧ વાટકી ચણાનો લોટ (બેસન)
૪ વાટકી છાશ (જો છાશ બહુ ખાટી હોય તો પાણી મિક્સ કરીને વાપરવું)ગેસ પર બનાવતી વખતે ૪ વાટકી અને ઓવનમાં બનાવો ત્યારે ૩ વાટકી છાશ લેવી.

રીત :-

એક મોટા વાસણમાં છાશ અને પાણી ભેગા કરીને તેમાં ચણાનો લોટ (બેસન) સારી રીતે મિક્સ કરો. તેમાં મીઠું ઉમેરી તેને ગેસ પર મૂકીને......


ઓવનમાં પણ ખાંડવી સરસ બને છે.
ઉપર પ્રમાણેની બધી જ સામગ્રી ભેગી કરીને ઓવનમાં માઈક્રો ...

હા ઘણી જગ્યાએ ખાંડવી તૈયાર કર્યા પછી ઉપરથી કોપરાનું છીણ ભભરાવવામાં આવે છે.. પણ કોપરાનો સ્વાદ અને સુગંધ એટલા ડોમિનન્ટ હોય છે કે અસલી ખાંડવીના સ્વાદને દબાવી દે છે.... છતાં પણ ભાવે એ નાખી શકે છે... આપણે તો સ્વાદથી કામ ખરું ને ?

સામગ્રી:-૧ કપ ઘઉંના ફાડા૧ ચમચો ઘી૩/૪ કપ ખાંડ / ગોળ૫ કપ પાણીઈલાયચી પાવડરજાયફળ પાવડરકાજુદ્રાક્ષરીત :-ગેસ પર એક પહોળુ વાસણ ...
14/05/2013

સામગ્રી:-

૧ કપ ઘઉંના ફાડા
૧ ચમચો ઘી
૩/૪ કપ ખાંડ / ગોળ
૫ કપ પાણી
ઈલાયચી પાવડર
જાયફળ પાવડર
કાજુ
દ્રાક્ષ

રીત :-

ગેસ પર એક પહોળુ વાસણ મુકી તેમાં ૧ કપ ઘઉં ના ફાડા નાખી શેકો, થોડા શેકાય જાય પછી ૧ ચમચો ઘી ઉમેરી ફરીથી શેકી લો. (સહેજ ફુલેલા લાગવા માંડે ત્યાં સુધી શેકવા)
સાથે સાથે બીજા વાસણમાં ૫ કપ પાણી ગરમ કરવા મૂકો.
ફાડા શેકાય જાય એટલે તેમાં ગરમ પાણી અને ખાંડ અથવા ગોળ ઉમેરી બરાબર ઓગળી જાય ત્યાં સુધી હલાવો.
સારી રીતે હલાવ્યા બાદ એક વાસણમાં કાઢી લઈ તેને કુકરમાં મૂકીને ૩ થી ૪ સીટી થવા દો.
હવે એક વાસણમાં થોડું ઘી લઈ તેમાં કાજુના ટુકડા અને દ્રાક્ષ સાંતળીને કાઢી લો, કૂકરમાંથી બફાઈ ગયેલા ફાડાને હવે તે જ વાસણમાં સાંતળી લો. જાયફળ પાવડર અને ઈલાયચી પાવડર નાખીને બરાબર મિક્સ કરી લો…
અને હવે લાપસીને સર્વીંગ બાઊલમાં કાઢીને ઉપરથી સાંતળેલા કાજૂ અને દ્રાક્ષથી સજાવો.

તૈયાર છે આપણી પરંપરાગત અને પૌષ્ટિક “સ્વીટ ડીશ”

Address


98027

Alerts

Be the first to know and let us send you an email when Swaadindia.com posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Swaadindia.com:

  • Want your business to be the top-listed Interior Service?

Share